પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી શોધવો તે વાસ્તવમાં માતા–પિતા માટે ગહન ચિંતાનો વિષય હોય છે. લગ્ન ફક્ત બે વ્યક્તિઓનો નહિ પરંતુ બે પરિવારોનો સંબંધ જોડે છે.
એટલે જ આ અતિ મહત્વના નિર્ણયમાં યુવાન દીકરા – દીકરીઓના પરિવારોને મદદરૂપ થવા માટે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ – અમદાવાદ દ્વારા ખાસ મેટ્રીમોનીયલ સેવા પૂરી પાડવામાં આવનાર છે જેમાં સમાજના યુવક–યુવતીઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી સરળ બનાવવા માટે મેટ્રીમોનીયલ સેવાઓનું આયોજન કરવામાં આવેલ છે.