સમગ્ર દુનિયામાં સંગઠન નું મહત્વ દરેક સંસ્કૃતિઓએ અને સમાજે સમજી લીધેલું છે જ, જે જે સમાજ સંગઠનનું મહત્વ ના સમજી શક્યો તે સમાજનું પતન થયાના ઇતિહાસમાં અનેક પુરાવાઓ છે, કોઈ પણ સમાજનું સંગઠન બળ એ જેતે સમાજના આર્થિક, રાજકીય, સામાજિક મજબુતાઈ પાયો છે કારણ કે સંગઠન દ્વારા આપની નવી પેઢીને યોગ્ય આકાર આપી નવી ઉચાઇ સુધી પહોચાડી શકાય.
આપને પણ એક બીજાને તમામ ક્ષેત્રે સહયોગી બની આપણાં સમાજની તમામ શક્તિઓનો ઉપયોગ આપણી નવી પેઢીના સર્વાંગી વિકાસની તકો પૂરી પાડવામાં કરી શકિએ આ ઉપરાંત આપણે સૌ સામાજિક, ધંધાકીય તેમજ શેક્ષણિક ક્ષેત્રે એકબીજાને મદદરૂપ થઇ શકિએ તેવા ઉમદા હેતુથી આ વેબસાઈટ બનાવવામાં આવી છે, આપણાં સમાજના તમામ પરિવાર આ સંસ્થાના સભ્યો બને તથા જરૂરી માહિતી મોકલે જેથી આ માહિતીને આપણે દેશ અને દુનિયા સુધી પહોચાડી આપણા સંગઠનને વધુમાં વધુ પીઠબળ પૂરું પડીએ તેવી શુભ આપેક્ષા સાથે આ અપીલ કરીએ છીએ.
વધુ વાંચો